ભાવનગર : પોલીસ પેટ્રોલીંગ વેળા બુટલેગરની બર્થ-ડે પાર્ટીનો વિડિયો વાયરલ

ભાવનગર શહેરમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન જાહેર રોડ ઉપર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

New Update

ભાવનગર શહેરમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન જાહેર રોડ ઉપર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભાવનગર શહેર તથા જિલ્લામાં ગુનાનો ક્રાઈમ રેટ ખૂબ વધી રહ્યો છેત્યારે ભાવનગર શહેરની ચિત્રા મીલેટરી સોસાયટીમાં રાત્રિના સમયે જાહેર રોડ પર પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન બુટલેગરે મિત્રો સાથે યોજેલી બર્થ-ડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસારશહેરના બોરતળાવ ડી’ ડિવિઝન પોલીસ મથકના હદમાં ચિત્રા જીઆઇડીસી વિસ્તાર આવેલો છેજ્યાં કુખ્યાત બુટલેગર વિજય ઉર્ફે ભાણું નામનો શખ્સ ઘણા વર્ષોથી વિદેશી દારૂનું સ્ટેન્ડ ચલાવી રહ્યો છે.

 ત્યારે હાલ તો પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન જાહેર રોડ પર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેભાવનગરની LCB અને SOG પોલીસને પણ ગાલ પર તમાચા સમાન બુટલેગરના જન્મદિવસની જાહેર પાર્ટીનો વિડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જોકેવાયરલ વિડિયો અત્યારના સમયનો છે કેઅગાઉના સમયનો જૂનો વિડિયો છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે