ભાવનગર : પાલીતાણાના સાંજણાસરમાં રોડ-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!

ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે

New Update
ભાવનગર : પાલીતાણાના સાંજણાસરમાં રોડ-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!

ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે, જે બન્યાના એક કે બે માસમાં જ તૂટી ગયા છે, જેના પગલે ગામ લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.

આ છે ભાવનગરના પાલીતાણા તાલુકાના સાંજણાસર પાસે બનેલ નવો રસ્તો. જે ત્રણ માસ પહેલા બન્યો હતો. જોકે, આ માર્ગ જ્યારે બનતો હતો, ત્યારે જ તે નબળો બની રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય તેવી ફરિયાદો પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. લોટ, પાણી અને લાકડા જેવો રોડ બનાવી દેવાયો હતો. અને મોટાપાયે ગેરરીતિ કરવામાં આવી છે. કઠણાઇની વાત તો એ છે કે, રાજકીય આગેવાનો જ રોડના કોન્ટ્રાકટ રાખી અધિકારીઓ સાથે મિલીભગત કરી નબળું કામ કરીને હજારો, લાખ્ખો, કરોડો રૂપિયા ખિસ્સામાં સરકાવી દે છે. 3 માસમાં જ આ રોડ પર ખાડા પડી જવા પામ્યા છે. માત્ર ખાડાઓ બુરી દેવાથી સ્વાભાવિક રીતે જ રોડ સારો બની જવાનો નથી. હજુ ચોમાસુ બાકી છે, ત્યાં આખો રોડ ખરાબ થઇ જશે તે હકીકત છે, ત્યારે ટેન્ડર અને નિયમો મુજબ કામ થયું છે કે, કેમ તેની તપાસ કરી પગલા લેવાની જરૂર છે. પાલીતાણા તાલુકાના સાજણાસર ગામમાં આર એન્ડ બી કોન્ટ્રાક્ટર દ્વારા રોડના ખાડા પુરવા પણ થૂંકના સાધા બરોબર છે, તેવું ગામ લોકો જણાવી રહ્યા છે.

Latest Stories