/connect-gujarat/media/post_banners/85d7356a909f623551acdff1a38b8c999da24a72c75f8434f565deb8ffd9bbe6.jpg)
ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે પોલીસે શિવુંભા ગોહિલની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે, ત્યારે હવે પોલીસની પૂછપરછમાં અનેક નવા ખુલાસા બહાર આવે તેવી સંભાવના વર્તાય રહી છે.
ભાવનગરમાં ડમીકાંડ અને ત્યારબાદ સામે આવેલા તોડકાંડને લઈ રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાએ કેટલાક લોકોના નામો નહીં જાહેર કરવા રૂપિયા લીધાનો આરોપ હતો. યુવરજસિંહ અને તેમના સાગરીતોએ રૂપિયા 1 કરોડ લીધા હોવાના પોલીસને પુરાવા મળ્યા હતા, ત્યારે પોલીસે તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, બીપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવા, શિવુંભા ગોહિલની ધરપકડ કરી છે. આ ઘટનામાં નાટીકય રીતે આરોપી શિવુંભા ગોહિલ પોલીસ સમક્ષ સામે ચાલીને હાજર થયો છે. તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હાલ તો નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ યુવરાજસિંહ રિમાન્ડ પર છે. તો બીજી તરફ, યુવરાજસિંહ વિરૂદ્ધ પકડાયેલા આરોપીઓએ નિવેદનો નોંધાવ્યા છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસે શિવુંભા ગોહિલને પકડી SOG ઓફિસે વધુ પૂછપરછ અર્થે મોકલી આપ્યો છે. જોકે, હવે SOG પોલીસ દ્વારા શિવુંભા ગોહિલની પૂછપરછમાં અનેક નવા ખુલાસા બહાર આવે તેવી સંભાવના વર્તાય રહી છે.