રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની કરવામાં આવી આગાહી

New Update
લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ વાંસદામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે.. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે અમુક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

Latest Stories