Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર, PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે

રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર, PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે
X

રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ચોમાસા બાદ યોજાઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: 12472ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.

Next Story