/connect-gujarat/media/post_banners/cf12ae28972120a5ac9e5e4b7832f97582c4f09d3935be264c1ac2c78390e96e.webp)
15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે જેને પગલે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કપાયું છે.
ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.
ગુજરાત ભાજપનું ટ્વીટ:-
/connect-gujarat/media/post_attachments/53ccf138284eb7996f9d5a6416a962a41871301f89f47177f73d5b6db7fa514d.webp)
રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.