New Update
/connect-gujarat/media/post_banners/cb833f22a9cb5c59ad277fa2c8fb338906f7d3febaffd9279737d9728d5c0b17.webp)
લોકસભા ચૂંટણીને લઇ ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી.જેથી તે બેઠકો સહિત બાકી રેહતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
મહેસાણાથી હરિભાઈ પટેલ
સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા
સુરેન્દ્રનગરથી ચંદુભાઈ છગનભાઇ શીરોહા
જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા
અમરેલીથી ભરતભાઇ મનુભાઈ સુતરિયા
વડોદરાથી ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશીને ટિકિટ
Latest Stories