ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા..!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા..!
New Update

રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારે પોતાના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમને સીએમ ભૂપેનદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવકાર્યા હતા. જે. પી. નડ્ડાને સચિવાલયના ગેટ નંબર - 7 પરથી સ્વાગત કરીને વિધાનસભા ખાતે ફોર્મ ભરવા લાવવામા આવ્યા હતા. આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારે પોતાના નામાંકન પત્રો ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત રાજ્યસભાની 11 બેઠકમાંથી બે બેઠક બિન ગુજરાતીના ફાળે ગઈ છે. જેમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને વિદેશ મંત્રી એસ જયશંકરનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી રાજ્યસભામાં સંતુલન જાળવવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે. એક લેઉવા પટેલ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી બે ઓબીસીને તક આપવામાં આવી છે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે. અત્યાર સુધી બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે. પરિણામે આ ચારેય બેઠકો બિનહરીફ રહેશે.

#Gujarat #CGNews #BJP #Rajya Sabha #seats #BJP candidates #Vijay Muhurta
Here are a few more articles:
Read the Next Article