/connect-gujarat/media/post_banners/a5f8a0392a1958bd95ccf4395f9cecf3c1d9046b159be48b14e3d46f7bcef11c.jpg)
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ
ભાજપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી
26 બેઠકના મુરતીયાઓ તૈયાર
બે બેઠક પર ભાજપે ઉમેદવારો બદલવા પડ્યા
ચૂંટણી પ્રચારમાં જોડાયા ઉમેદવાર
લોકસભાની ચૂંટણીમાં ભાજપે વધુ 6 બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે જ 26 બેઠકના મુરતિયા નક્કી થઈ ગયા છે
લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે તો કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઇ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારાયા છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારોના નામ હતા.ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે હજુ 8 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા.