ગુજરાતમાં આજે ભાજપનો ઝંઝાવતી પ્રચાર, ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે યોજાશે 82 જાહેરસભા

વિધાનસભાની ચૂંટણીને લઈને આઝથી ભાજપ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે.

New Update
ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

વિધાનસભાની ચૂંટણીને લઈને આઝથી ભાજપ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. જેમાં એક વખતે એક નવી પ્રચાર રણનીતિ અમલી બનાવવાા ભાગરૂપે પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપ ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભા યોજીને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આજે રાજ્યના 82 મતવિસ્તારોમાં ભાજપના સ્ટાર પ્રચારકો, રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો વિશાળ જનસભા સંબોધશે.

ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રીય મંત્રી મંડળ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા વિસ્તારના સાંસદો મળીને કુલ 14 મહાનુભાવો 46 વિધઆનસભા મતવિસ્તારમાં અને ભાજપ પ્રદેશ પ્રમુખ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારો મળીને કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરીને વિશાળ જનસભાને સંબોધશે.

જેમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નરેન્દ્ર તોમર, અનુગાર ઠાકુર જનરલ વી.કે.સિંહ, મનસુખ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા. લદાખ લોકસભા વિસ્તારના સાંસદ જમ્યાંગ નામગ્યાલ વિશાળ જનસભા ગજવશે.. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી વજુભાઈ વાળા, આર.સી.ફળદુ, ગણપત વસાવા, પરસોત્તમ સોલંકી સહિતના નેતાઓ અને મંત્રી ભાજના ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધશે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.