બોટાદ : પ્લેટફોર્મ નંબર 7 પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં લાગી વિકરાળ આગ, 3 ડબ્બા આગમાં બળીને ખાખ

New Update
બોટાદ : પ્લેટફોર્મ નંબર 7 પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં લાગી વિકરાળ આગ, 3 ડબ્બા આગમાં બળીને ખાખ

બોટાદ રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં લાગી ભયંકર આગ

સદનશીબે મોટી જાનહાનિ ટળી

30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા આગ પર કાબૂ મેળવ્યો

આગ લાગવાનુ કારણ અકબંધ

બોટાદ રેલવે સ્ટેશને બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી તે દરમિયાન આગ હતી. આશરે 3 ડબ્બામાં આગ લગતા તે ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની ના થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની જાણ રેલવે વિભાગના અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 

Latest Stories