બોટાદ: લંપટ સાધુઓને હટાવવાની માંગ સાથે હરીભક્તોનું વિરોધ પ્રદર્શન

વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાઈરલ વીડિયો

New Update

સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષ
ગઢડા મંદિરે હરિભક્તોએ ભેગા થઈ કર્યું પ્રદર્શન
લંપટ સાધુઓને હટાવવાની હરિભક્તોએ કરી માંગ
7 દિવસનું આપવામાં આવ્યું અલ્ટીમેટમ
ટ્રસ્ટીઓને આપ્યું આવેદનપત્ર

વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજે સ્વામીઓની લંપટલીલા અને વાઈરલ વીડિયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા. જ્યાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી હતી. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે. જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિંયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માગ કર સાથે 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Latest Stories