/connect-gujarat/media/media_files/2025/12/23/css-2025-12-23-21-00-22.jpg)
રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
ક્યાં અધિકારીને ક્યાંથી ક્યાં મૂકયા.?
• અગ્ર સચિવ સંજીવ કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા
• મુખ્યમંત્રી કાર્યાલયમાં ડો વિક્રાંત પાંડેને મહત્વની જવાબદારી મળી
• ડો વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવની મળી જવાબદારી
• ડો વિક્રાંત પાંડેને ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગની જવાબદારી સોંપી
• અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મુકાયા
• માર્ગ અને પરિવાહન વિભાગના અગ્ર સચિવ આર સી મિણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે મુકાયા
• ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશનના MD અરૂણ સોલંકીની બદલી
• અરુણ કુમાર સોલંકીને અધિક મુખ્ય સચિવ કૃષિ વિભાગમાં મુકાયા
• ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો અરૂણ કુમાર સોલંકી પાસે રહેશે
• મુકેશ કુમારની શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી
• ઉ.શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં મુકેશ કુમારને મુકાયા
• મિલિંદ તોરવણે અગ્ર સચિવ શિક્ષણ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) તરીકે બદલી
• અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી થઈ