New Update
/connect-gujarat/media/media_files/2026/02/16/csss-2026-02-16-09-16-10.jpg)
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. આજે બપોરે 12 વાગ્યે પ્રથમ બેઠક મળશે.
રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિરામ બાદ ફરી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે.
જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહના સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં મુકશે. વિપક્ષ તથા શાસક પક્ષા સિનિયર સભ્યો ટેરો આપશે. ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વટહુમક સંદર્ભે નિવેદન ગૃહ સમક્ષ આપશે. નાણાંકીય નિગમ, મહિલા આયોગ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનું અહેવાલ ગૃહમાં રજૂ થશે. અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે.
Latest Stories