Connect Gujarat
ગુજરાત

વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી, 6 વિદ્યાર્થીઓને થઈ ગંભીર ઇજા

વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી, 6 વિદ્યાર્થીઓને થઈ ગંભીર ઇજા
X

રાજ્યમાં બેફામ વાહન ડ્રાઈવના કારણે અવાર નવાર રોડ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં પિકઅપ વાન અને કારનો ભયજનક અકસ્માત સર્જાયો છે. તો બીજી તરફ વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી મારી છે. જે ઘટનામાં 6 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે

વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી મારી છે. ખોબા ગામે જતા વિદ્યાર્થીઓની બસ પલટી મારી હતી. જેમાં બસમાં સુરત SVNITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવાર હતા. ભારે જહેમતે સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ઘટનામાં 6 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને ધરમપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બસમાં 50થી 60 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા

Next Story