/connect-gujarat/media/post_banners/0c4bcaa5be168184251e091424e7aa670aa238523f94cf99cc1a4f1ec9824c49.jpg)
કેન્દ્રમાં ભાજપની સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી
વેપારીઓ સાથે જિલ્લા ભાજપનું વ્યાપાર સંમેલન યોજાયું
કૃષિ, વેપાર અને ઉધોગોનો સાધવામાં આવ્યો સમન્વય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપાર સંમેલન યોજાયું હતું. જેમાં શહેરના વિવિધ વ્યવસાયિકો, ધંધાર્થીઓ સાથે ભરૂચ જિલ્લા ભાજપે બેઠક યોજી હતી. વિશ્વના મોટાભાગના તમામ દેશો આજે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે એકમાત્ર ભારત જ દુરંદેશી યશશ્વી વડાપ્રધાનના વડપણમાં સમગ્ર વિશ્વને રાહ ચીંધનાર સાથે આશાનું કિરણ બની ઉભર્યો છે.
ભારતનું સૌથી પૌરાણિક ભરૂચ નગરની ખ્યાતિ કલ, આજ અને કલ વેપાર, વિકાસ અને વૃદ્ધિ સાથે જોડાયેલી છે, ત્યારે શહેરના વેપારીઓ સાથે જિલ્લા ભાજપે સંમેલન આયોજિત કરી વિચાર ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, મંત્રી નિશાંત મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સહિતના આગેવાનો, હોદેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.