Connect Gujarat
ગુજરાત

ભાવનગર - અમદાવાદનો શોર્ટ રૂટ બંધ કરાતા ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારો, નુકશાની વેઠવાનો આવશે વારો !

X

ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ બંધ

નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટ માટે લેવાયો નિર્ણય

ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારો

ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર આજથી વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓની પરેશાનીમાં વધારો થયો છે

ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટના હેતુથી ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનો આ શોર્ટ રુટને બદલે ડાયવર્ઝન તરીકે ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. આ જાહેરનામું આજથી લઇને આગામી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે તેમ અમદાવાદના કલેકટર કચેરીના જાહેરનામામાં જણાવાયું છે.ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનોભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઇને વડોદરા જઇ શકાશે. ધોલેરાથી બાવળીયારી તરીફના હાઇ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે. આ હૂકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે.

Next Story