ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરમાં યોજાશે, કૃષિ રાહત પેકેજ, મગફળીની ખરીદી અંગે લેવાશે નિર્ણય

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરમાં યોજાવાની છે, જેમાં રાજ્યની હાલની પરિસ્થિતિથી લઈને આગામી કાર્યક્રમો સુધીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.

New Update
HIR_5632

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરમાં યોજાવાની છે, જેમાં રાજ્યની હાલની પરિસ્થિતિથી લઈને આગામી કાર્યક્રમો સુધીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ખાસ કરીને ટેકાના ભાવે મગફળીની ખરીદી, કૃષિ રાહત પેકેજ અને કેન્દ્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓની સમીક્ષા પર ભાર મુકવામાં આવશે. રાજ્યના ખેડૂતોને સીધી અસર કરતી મગફળીની ખરીદી અંગે પણ સરકાર નિર્ણય લઈ શકે છે. 

બેઠક દરમિયાન રાજયની વર્તમાન સ્થિતિની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા સમયમાં ખેડૂતોના મુદ્દાઓ, હવામાનની અસર અને વિવિધ વિભાગોની કામગીરી અંગે કેબિનેટ સભ્યો વચ્ચે ચર્ચા થવાની છે. કૃષિ રાહત પેકેજને લઈને અગાઉથી રજૂ થયેલા સૂચનો અને વિભાગોની તૈયારીઓનું મૂલ્યાંકન પણ બેઠકમાં થવાનું છે. રાજ્ય સરકારની ચિંતન શિબિર સંબંધિત આયોજન અને તેની આગળની પ્રક્રિયા અંગે પણ વિચારણા થવાની છે.આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાનારી બેઠકઓ, કાર્યક્રમો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કેબિનેટ ચર્ચા કરશે. એકતા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોની તૈયારી, આયોજન અંગે ચર્ચા થશે.

Latest Stories