ભાજપની પ્રથમ યાદીમાં 38 બેઠક ઉપર ઉમેદવારો બદલાયા, અનેક દિગ્ગજોના પત્તા સાફ...

ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

New Update
ગુજરાતમાં BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા,વાંચો કોને કોને મળી ટીકીટ

ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે, CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. તો કાંતિ અમૃતીયા મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરથી જીતુ વાઘાણી ભાજપ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ભાજપની પ્રથમ યાદીમાં 38 બેઠક ઉપર ઉમેદવારો બદલાયા, અનેક દિગ્ગજોના પત્તા સાફ...

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે, અને કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. બીજેપીએ પ્રથમ તબક્કામાં 160 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જોકે, બીજેપી તરફથી જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગર ઉત્તર બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)ને ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે, તો વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીને પણ પડતાં મુકવામાં આવ્યા છે.

Latest Stories