/connect-gujarat/media/media_files/2025/10/13/aaag-2025-10-13-21-25-44.jpg)
સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ - હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ પ્રાંતિજના સલાલ નજીક હિંમતનગર તરફ જઈ રહેલ કારમા આગ લાગી
પ્રાંતિજના સલાલ પાસે આવેલ સોનાસણ ચોકડી ઓવરબ્રિજના છેડા પાસે અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલ સીફટ કારમાં શોટ સર્કિટને લઈને અચાનક આગ લાગતા કારના ચાલક સમયસૂચકતા વાપરી કાર ચાલક કારને સાઈડમા કરી કારમાંથી બહાર નીકળી ગયો હતો. તો જોતજોતામા આગે ઉગ્ર સ્વરૂપ ધારણકરતા સંપૂર્ણ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ તો કારમા આગ લાગતા આજુ બાજુમા રહેતા લોકો સહિત રોડ ઉપર અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા. હિંમતનગર હિંમતનગર ફાયર બ્રિગેડ ને જાણ કરતા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી. પાણીનો મારો ચાલુ કર્યો હતો પણ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમા કાર બળીને ભથ્થુ થઈ ગઈ હતી તો કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.