/connect-gujarat/media/media_files/2025/08/10/vasad-2025-08-10-09-49-42.jpg)
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો.
જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના પેલેટ ચોકડી બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
મોડાસાના પેલેટ ચોકડી તરફથી આ કાર આવી રહી હતી ત્યારે આ કાર સિઘી માઝૂમ નદીમાંમાં પડતા ચાર યુવકોના મોત નીપજ્યા છે જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ ચારેય યુવકો અંગે વાત કરીએ તો એક યુવક મોડાસાના એક મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ત્રણ લોકો ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને મોડાસા શહેરમાં રહેતા હતા.