મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથમાં અસરગ્રસ્ત ખેડૂતોની લીધી મુલાકાત

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેતીને થયેલી અસરનું મૂલ્યાંકન કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ક

New Update
css

કડવાસણ ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ – કહેવતથી વ્યક્ત કર્યો ખેડૂતનો ભાવ

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેતીને થયેલી અસરનું મૂલ્યાંકન કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ખાસ કરીને કડવાસણ ગામે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે રૂબરૂ સંવાદ કરી પરિસ્થિતિનો જાતે જ તાગ લીધો હતો.

ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ જમીનમાં ઉભેલા પાકના હાલત વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ જિલ્લા તંત્રને તાત્કાલિક સહાય અને રાહત પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતના હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને એકલા નથી છોડતી.

આ દરમિયાન હાજર કેટલાક ખેડૂતો પોતાના મનની વાત શબ્દોમાં વ્યક્ત કરતાં એક કહેવત વડે પોતાના દુઃખ અને ભાવને રજૂ કર્યો હતો –
 “ખેતર હોય તો ખેડીયે, પણ ડુંગર ખેડ્યા ન જાય,
કુવા હોય તો ગાળીયે, સમંદર ગાળ્યા ન જાય,
કાગળ હોય તો વાંચીએ, કરમ વાંચ્યા ન જાય,
રત (વ્રત) હોય તો તોડીએ, પણ પ્રીત તોડી કેમ જાય?”

આ કહેવત સાંભળીને મુખ્યમંત્રીએ ખેડૂતોના જમીનપ્રેમ અને શ્રમશીલતાને અભિનંદન આપ્યા અને કહ્યું કે, ખેડૂતોની મહેનત જ રાજ્યના અન્નદાતા તરીકે સમગ્ર સમાજને જીવંત રાખે છે.

મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટર  એન.વી. ઉપાધ્યાય, ધારાસભ્યો તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા. સરકારની રાહત યોજનાઓ હેઠળ શક્ય તેટલી વહેલી તકે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પહોંચાડવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

Latest Stories