મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે

New Update
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે

કચ્છ જિલ્લાના ધોરડો ખાતે આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થવા જઈ રહ્યા છે, ત્યારે તા. ૭ અને ૮ મીએ એમ મંગળવાર અને બુધવારે મુખ્યમંત્રી ગાંધીનગરમાં સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને મળી શકશે નહી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થવાના છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા. ૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા. ૮ મીને બુધવારે ગાંધીનગરમાં સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

Latest Stories