Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: ભૂંડના ત્રાસથી ખેતીમાં ભારે નુકશાની, ધરતીનો તાત મુશ્કેલીમાં

બોડેલી તાલુકામાં ભૂંડનો આતંક, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન.

X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કેટલાય વિસ્તારોમાં ભૂંડના ત્રાસથી ખેતીમા નુકશાનીના કારણે ધરતીપુત્રોને આર્થિક ફટકો પડ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી, રાજવાસના, સલપુરા,નાનીઉન ,મોટીઉન,કાશીપરા જેવા અનેક ગામના લોકો ભૂંડના ત્રાસ થી કંટાળી ગયા છે દિવસ દરમિયાન ખેતી કામ કરતા ખેડૂતોને હવે રાત્રિના ઉજાગરા કરવા પડે છે. આમ છતાં ભૂંડના ઝુંડને ઝુંડ એવાતો ખેતરમા ત્રાટકે છે કે ખેડૂતની સાવચેતીના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. સલપુરા ગામના ચાર એકર ના ખેતરમા ભૂંડોએ 60% ટકા જેટલા કેળના છોડને નષ્ટ કરી નાખ્યા છે.

ખેડૂતનું કહેવું છે કે ખેતીમા વારંવાર નુક્શાની બાદ પણ તેઓએ પહેલીવાર બાગાયતી ખેતી કરી હતી હજુ તો છોડ પૂર્ણ રીતે ઉછર્યો પણ નથી અને ખેતરમા ભૂંડોએ તહસ નહસ કરી નાખ્યું. છેલ્લા બે વર્ષથી આકસી આફતો, વેપારીઓ દ્વારા આપવામા આવતા ઓછા ભાવ, કોરોના મહામારી વારંવારની નુક્શાનીને લઈ ખેડૂત કંગાળ બની ગયો છે. ઉછીના પૈસા લીધા હોઈ તેને હવે લેણદારોથી મોઢું છુપાવવાનો વારો આવ્યો છે. ભૂંડો દ્રારા જે નુક્શાન થાય છે તેનું વળતર સરકાર આપે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Next Story