છોટાઉદેપુર : દંપત્તિના ઘરે લગ્નના 8 વર્ષ બાદ પારણું બંધાયું, પણ કુદરતને મંજુર ન હતી તેમની ખુશી
ઢોકલીયાના નદી ફળિયા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, ઘરના આંગણામાં રમી રહેલાં બાળક પર ફરી વળી ટ્રક.
છોટાઉદેપુરના ઢોકલીયાના નદી ફળિયામાં બાળક ઉપર ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં તેનું મોત થયું છે. મુળ ઉત્તરપ્રદેશનો પરિવાર પાણીપુરી વેચવા માટે બોડેલીમાં સ્થાયી થયો હતો. 8 વર્ષ સુધી બાધા- માનતા રાખ્યાં બાદ દંપત્તિના ઘરે પુત્રનો જન્મ થયો હતો પણ અકાળે તેનું મોત થઇ જતાં પરિવારના માથે આભ તુટી પડયું છે.
ઢોકલીયાના નદી ફળિયામાંથી પસાર થતી એક ટ્રકે એક પરિવારની ખુશીઓ પળવારમાં ઝુંટવી લીધી હતી. ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં માસુમ બાળકના રામ રમી ગયાં હતાં. ઉત્તરપ્રદેશનો પરિવાર છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી બોડેલીમાં રહેતો અને પાણીપુરી વેચી ગુજરાન ચલાવતો હતો. હરપાલનો પુત્ર રંજ આજરોજ ઘરના આંગણામાં રમી રહયો હતો તે સમયે સિમેન્ટ ફેકટરી તરફથી આવતી એક ટ્રકના ચાલકે તેને ટકકર મારી હતી. રંજના માથા પરથી ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
આઠ વર્ષ સુધી માનતાઓ અને બાધા રાખ્યાં બાદ દંપત્તિને પુત્રનો જન્મ થયો હતો પણ કુદરતે રંજના નસીબમાં માત્ર 3 વર્ષની જ જીંદગી લખી હોય તેમ તેનું અકાળે મોત થઇ ગયું છે. આ વિસ્તારમાંથી દોડતી બેફામ ટ્રકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMT
વડોદરા: બોગસ દસ્તાવેજોના આધારે જમીન મામલે છેતરપિંડી કરનાર ઠગ અશ્વિન...
12 Aug 2022 12:59 PM GMTનવસારી : આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી...
12 Aug 2022 12:54 PM GMTપઠાણ ફિલ્મનો વિરોધ કરતાં કચ્છના જાણીતા સંત દેવનાથ બાપુને ધમકી,...
12 Aug 2022 12:29 PM GMTભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMT