/connect-gujarat/media/media_files/2025/12/12/css-2025-12-12-22-24-47.jpg)
કચ્છમાં ઠંડીનો જોર વધતા સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.કચ્છની પ્રાથમિક માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો, કચ્છની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક પાછળ કરવામાં આવ્યો
રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં પારો નીચે જતા હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.સરહદી કચ્છ જિલ્લામાં ઠંડી પોતાનું સ્વરૂપ બતાવી રહી છે વહેલી સવારે ભારે ઠંડીથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ અસર જોવા મળી રહી છે જેને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક તેજ માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે આદેશ આપ્યો છે.જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે ઠંડીનું તીવ્રતા વધારે હોઈ તથા આગામી સમયમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાએ વિદ્યાર્થીઓએ શાળામાં આવવા સરળતા રહે તે હેતુથી શાળાનો સમય 30 મિનિટ મોડી કરવા આદેશ આપવામાં આવ્યો છે.