પાલનપુરની ઉમીયા નર્સીંગ કોલેજમાં યોજાયો કાર્યક્રમ
નશાબંધી સપ્તાહની ઉજવણી યોજાયા વિવિધ કાર્યક્રમો
“નશો નાશનું મૂળ” વિષયે વિદ્યાર્થીઓએ પ્રવચનો આપ્યા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત ઉમીયા નર્સીંગ કોલેજ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ “નશો નાશનું મૂળ” વિષય ઉપર પ્રેરાણાદાયી પ્રવચનો આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં તા. 2જી ઓકટોબર, પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી આગામી તા. 8મી ઓકટોબર સુધી યોજાનાર નશાબંધી સપ્તા,હની ઉજવણીનો પ્રારંભ થયો છે. પાલનપુરના ગણેશપુરા રોડ પર આવેલ ઉમીયા નર્સીંગ કોલેજ ખાતે સંસ્થાના ટ્રસ્ટી ગિરીશ જગાણીયાની ઉપસ્થિતિમાં નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નશાબંધી સપ્તાશહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓએ “નશો નાશનું મૂળ” વિષય પર પ્રેરાણાદાયી પ્રવચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગે ઉમીયા નર્સીંગ કોલેજના ટ્રસ્ટી ગિરીશ જગાણીયાએ જણાવ્યું હતું કે, આજે પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ વ્યસનમુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લઇ પૂજ્ય બાપુને શ્રધ્ધાજંલિ અર્પણ કરીએ.
વ્યસનો હંમેશા માણસની બરબાદીને નોતરે છે, ત્યારે કોઇપણ પ્રકારના વ્યસનોથી દૂર રહી સમૃધ્ધ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. આ પ્રસંગે સંગઠનના મંત્રી અમીષપુરી ગૌસ્વામી, નવજીવન વ્યસનમુક્તિ અને પુનઃ વસન કેન્દ્ર-પાલનપુરના પ્રોજેક્ટ ડાયરેકટર કે.આર.ગઢવી, નશાબંધી સંસ્કાર કેન્દ્ર-ઇકબાલગઢના અમીચંદ શ્રીમાળી, એસ.ઓ.જી. કાંતિ વડનગરા, બનાસ નર્સીંગ સ્કુલના એમ.ડી. જીગર વ્યાસ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.