New Update
/connect-gujarat/media/post_banners/683429b98bdea7be0fe66c9225ab24d5cf66f755be6bdfbeec902d30ef662067.webp)
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
/connect-gujarat/media/post_attachments/5264c2d761df247ebea6e15f6299a72a6fa72e776aa8c97f52cf825220d3da2d.webp)
આ યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેની ઠુમ્મર, જામનગરથી જે.પી. મોરવિયા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, દાહોરથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામ જાહેરાત કરી છે. જો કે, કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીને આ વખતે રીપિટ કરવામાં આવ્યા છે. ત્યારે હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
Latest Stories