ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ,68 દર્દીઓના મોત

Featured | સમાચાર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ

New Update
-Representativ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતના 68 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે, જ્યારે 59 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠમાં 17, અરવલ્લીમાં આઠ, મહિસાગરમાં ત્રણ કેસ, ખેડામાં સાત કેસ, મહેસાણામાં નવ કેસ, રાજકોટમાં સાત કેસ, સુરેન્દ્રનગરમાં પાંચ કેસ સહિતનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ચાર, મહિસાગરમાં બે, ખેડામાં બે, મહેસાણા અને રાજકોટમાં ચાર-ચાર, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં છ, ગાંધીનગરમાં ત્રણ, પંચમહાલમાં સાત, જામનગરમાં ત્રણ, મોરબીમાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં ત્રણ, વડોદરામાં બે, નર્મદામાં એક, બનાસકાંઠામાં ત્રણ, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં એક-એક, કચ્છમાં ત્રણ, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા છે.

Read the Next Article

જૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.

New Update

ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો

સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ

જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ

500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ

મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા 

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ  ગોંડલ  માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે  નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.

Latest Stories