/connect-gujarat/media/post_banners/8a6dfd16d3295d3fd91866f193f0242ded22243e86205b457b2e7585607750cb.jpg)
દાહોદના ઝાલોદના વેલપૂરા ગામ નજીકનો બનાવ
બે એસ.ટી.બસ વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 26 મુસાફરો ઇજાગ્રસ્ત
દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે બે એસટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બન્ને બસના ડ્રાઇવર સહિત ૨૬ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
ઝાલોદ મોરબી તેમજ ફતેપુરા સુરત બસ બંને પોતાના ગતવ્ય સ્થાન પર જવા માટે ઉપડી હતી.જ્યાં રસ્તામાં દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે વળાંક પર બન્ને બસ સામસામે આવી જતા બન્ને બસના ચાલકોએ કાબુ ગુમાવતા બન્ને બસ સામસામે જોશભેર અથડાતા એસટી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું.જેમાં બસોમાં સવાર 24 મુસાફરો તેમજ બસના ચાલક સહિત કુલ 26 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે ભેગા થયેલા લોકોના ટોળાએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને 108 મારફતે ઝાલોદના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધા હતા.