દાહોદ: બિનખેતીના નકલી હુકમ મામલે ફરિયાદી જ આરોપી નિકળ્યો

દાહોદ જિલ્લાનો બહુચર્ચિત નકલી જમીન એન.એ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં સીનીયર ક્લાર્ક..

New Update




દાહોદનો ચકચારી બનાવ
બિનખેતી હુકમ કેસમાં નવો વળાંક
કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
જિ.પં.ચિટનિશની ધરપકડ
અનેક નવા ખુલાસા થાય એવી શક્યતા

દાહોદ જિલ્લાનો બહુચર્ચિત નકલી જમીન એન.એ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં સીનીયર ક્લાર્ક ઈન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ બજાવતાં વિજય રમસુ ડામોરને પોલીસે ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતાં આવનાર દિવસોમાં અનેક આરોપીઓની સંડોવણી બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.ડુપ્લિકેટ હુકમો બન્યા જેમાં સિક્કા મારવામાં વિજય ડામોરની ભુમિકા હતી. પોલીસ દ્વારા જણાવ્યાં અનુસાર, આ ઉપરાંતના નકલી એન.એ પ્રકરણમાં ઉપરોક્ત આરોપીઓ દ્વારા આવી કેટલી જમીનોના નકલી હુકમો તૈયાર કર્યા હશે તે દિશામાં પણ તપાસ ચાલુ છે.

#દાહોદ #ફરિયાદી #આરોપી #જમીન
Here are a few more articles:
Read the Next Article