/connect-gujarat/media/post_banners/6bd70afd74cd5bc1f43a3b02049c1317f90966ec5b22e85130b84ecd8897fc9e.jpg)
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 22.74 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘઉંની આડમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું છે.
દાહોદ ક્રાઇમ બ્રાન્ચને દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દાહોદ ગોધરા હાઈવે પર વોચ ગોઠવી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલી એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક રીંકુ બિસમ્ભર જાટવની અટકાય કરી હતી. ટ્રકની તલાસી લેતાં તેમાંથી ઘઉંની આડમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. 370 મળી આવી હતી.જેમાં બોટલો નંગ. 8616 કુલ કિંમત રૂા.22,74,300નો વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા. 2,80,330નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઝડપાયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઘઉંની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી જેના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે