/connect-gujarat/media/post_banners/460fe7cd9b69d1ce09582b0f38399b6732bf8080341094ff81fd36a9df256db0.jpg)
દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા
મોબાઈલ દ્વારા રમાયેલા સટ્ટાનો થયો પર્દાફાશ
ડ્રિમ ઇલેવનમાં રૂ. 1.82 લાખની થઈ ઠગાઈ
જમ્મુ કાશ્મીરમાંથી 2 બાળ કિશોરની ધરપકડ
2 કિશોર સહિત 3 લોકોની અટકાયત કરાય
દાહોદ જિલ્લાના લીમખેડામાં ડ્રિમ ઇલેવન મોબાઈલ ગેમમાં રૂ. 1.82 લાખની ઠગાઈમાં સાયબર ક્રાઈમ પોલીસે જમ્મુ કાશ્મીરમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ એક્સપર્ટ દાહોદ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાના નેતૃત્વમાં દાહોદ પોલીસે સાયબર ક્રાઇમના કેસમાં જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ ગણાતા LOC પાકિસ્તાન બોર્ડર નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોર સહિત 3 લોકોની અટકાયત કરી 100 ટકા રિકવરી સાથે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.
આ સાયબર ક્રાઇમનો કેસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે, આ ગુનો કોઈ કુખ્યાત સાયબર એક્સપર્ટ અથવા હેકરે નહીં. પરંતુ દાહોદથી હજારો કિલોમીટર દૂર જમ્મુ કાશ્મીરના રાજોરી-પુંછ વિસ્તારમાં આવેલા અને ભારત-પાકિસ્તાન વચ્ચે આવેલી લાઇન ઓફ કંટ્રોલની તદ્દન નજીકથી 2 બાળ કિશોરોએ દાહોદના યુવક પાસેથી ઓન લાઇન રૂપિયા ખંખેરી લીધા હતા. નવેમ્બર 2023માં ડ્રીમ ઇલેવન મોબાઈલ એપ્લિકેશનમાં ટોપ રેન્કિંગમાં લઈ જઈ કરોડો રૂપિયાની લાલચ આપી અજાણ્યા ઠગે પ્રથમ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવકનો સંપર્ક કર્યો હતો,
અને તેને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે રૂ. 1.82 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. પૈસા કમાવાની લાલચમાં રૂ. 1.82 લાખ ગુમાવનાર યુવક જોડે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યાં સુધી તો ઘણી વાર થઈ ગઈ હતી. પરંતુ તેને મક્કમ મને દાહોદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરતાં કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ગુનાને અંજામ આપનાર 16-17 વર્ષના 2 ટાબરીયાઓન સહિત અન્ય એક શખ્સની અટકાયત કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા.