Connect Gujarat
ગુજરાત

દાહોદ:ચકચારી મિલાપ શાહ હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.

X

દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.

દાહોદ શહેરમાં 25મી તારીખની રાત્રે મિલાપ શાહની હત્યામાં શામેલ બે યુવકોના પોલીસે દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમાંથી ઘાતકી રીતે હત્યા કરનારા નેપાળના ધમબોજી ગામના 28 વર્ષિય સુરજ રમેશસિંહ કેસીને સાથે રાખીને પોલીસ દ્વારા મંગળવારે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું. રિકન્ટ્રક્શન દરમિયાન એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલા અને એએસપી બીશાખા જૈન જાતે હાજર રહ્યા હતાં. દાહોદ શહેરની જે હોટેલમાં કામ કરવા આવ્યા હતા ત્યાં સુરજને સૌ પ્રથમ લઇ જવાયો હતો.ત્યાંથી રિકન્ટ્રક્શનનો પ્રારંભ કરીને સુરજની પુછપરછ કરતાં જઇને તેના નિવેદનની નોંધ કરાઇ હતી.હોટેલથી તેને હથિયાર ખરીદ્યુ હતુ તે ડબગરવાડ અને જુની કોર્ટ રોડ વિસ્તારમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને રેલવે સ્ટેશન રોડ ધર્મશાળાએ લવાયો હતો. અહીં સુરજને રેલવે સ્ટેશન લઇ જવાયો હતો. ત્યાંથી તેને દેસાઇવાડ વિસ્તારમાં મિલાપ શાહની હત્યા કરી હતી તે ફ્લેટમાં તેને લઇ જવાયો હતો. રિકન્ટ્રક્શન ટાંણે લોકોના ટોળા ભેગા થયા હતા રિકન્ટ્રક્શન ટાંણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનેલી રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી હતી.

Next Story