Connect Gujarat
ગુજરાત

દાહોદ : લૂંટ-ધાડ અને ઘરફોડ ચોરીને અંજામ આપી વર્ષોથી નાસતા ફરતા 9 આરોપીઓને LCB પોલીસે કર્યા ઝબ્બે...

X

લૂંટ-ધાડ અને ઘરફોડ ચોરીને અંજામ આપતા આરોપીઓ ઝડપાયા

નાસતા ફરતા 9 આરોપીઓને પોલીસે જેલ ભેગા કર્યા

હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી કરાય છે અટકાયત

દાહોદ જિલ્લા તેમજ આંતરરાજ્ય અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા છે. સમાજમાં ફરી આવી કોઈ પ્રવૃત્તિનું રૂપ ધારણ ન કરે તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા વર્ષોથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેને લઈને છેલ્લા 11 વર્ષ, 6 વર્ષ તેમજ 4 વર્ષથી જુદા જુદા ગુનાઓમાં લૂંટ, ધાડ અને ઘરફોડ જેવી ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા 9 આરોપીઓને એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story