દાહોદ : દીપડાના હુમલામાં ગંભીર ઇજા પહોચતા દંપત્તિ સારવાર હેઠળ, વન વિભાગ દોડતું થયું

ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો હુમલો, ખૂંખાર દીપડાના હુમલામાં દંપત્તિને પહોચી ગંભીર ઇજા.

New Update
દાહોદ : દીપડાના હુમલામાં ગંભીર ઇજા પહોચતા દંપત્તિ સારવાર હેઠળ, વન વિભાગ દોડતું થયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલામાં દંપત્તિને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ખાર દીપડાને પાંજરે પુરવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. મહત્વનુ છે કે, આ તરફ દાહોદ જિલ્લામાં પણ દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી છે. રહેણાંક વિસ્તારોમાં સતત દીપડાઓના હુમલાથી લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે, ત્યારે દાહોદના ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં એક દંપત્તિ બગીચામાં ફૂલ તોડી રહ્યું હતું. તે દરમ્યાન ખૂંખાર દીપડાએ દંપત્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં દંપત્તિને શરીરે ગંભીર ઇજા પહોચતા શહેરની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ, ખૂંખાર દીપડાને પાંજરે પુરવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જોકે, માનવ વસ્તી તરફ દીપડાઓ આગળ વધતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

Latest Stories