Connect Gujarat
ગુજરાત

દાહોદ: કુકડાચોક ખાતે યુવકની હત્યાનો મામલો, કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત 10 લાખની સોપારી અપાઈ હોવાનો પર્દાફાશ

કુકડાચોક ખાતે બે દિવસ પહેલા યુવકની હત્યાના મામલો નોકરી શોધવા નીકળેલ સામાન્ય માણસ કીલર બન્યો યુવકની હત્યા કરવા 10 લાખ રૂપિયાની સોપારી અપાઈ

X

દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક ખાતે બે દિવસ પહેલા સમી સાંજે ભરબજારમાં વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલામાં દાહોદ પોલીસની જુદી જુદી પાંચ ટીમો દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આરોપી હત્યારાને ગોધરા તેના મામાને ત્યાંથી ઝડપી પાડી લીધો છે.

દાહોદના હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસ કતવારાવાલા પોતાની મોટસાઈકલ લઈ દાહોદના એમ.જી. રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. તેમજ તેમની પાછળ મુસ્તુફા સાકીર ઉર્ફે સાકીર ઉર્ફે બાદશાહ શેખ પસાર થઈ રહ્યો હતો અને પ્રથમ તબક્કે વાહન અકસ્માત મામલે બોલાચાલી થઈ હતી અને આક્રોશમાં આવેલા મુસ્તુફાએ ચપ્પુના જીવલેણ હુમલા કરતા યુનુસભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં.અને હોસ્પિટલ લઈ જતાં પહેલા રસ્તામાંજ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મુસ્તુફા ફરાર થઈ ગયો હતો.દાહોદ પોલીસે મુસ્તુફા શેખને બે દિવસની તપાસ દરમિયાન ઝડપ્યા બાદ મુસ્તુફાની પુછપરછોનો ધમધમાટ આરંભ કરતાં મુસ્તુફા ભાંગી ગયો હતો અને મુસ્તુફાને પૈસાની જરૂર હોય તેના મિત્ર મોઈન હમીદખાન પઠાણને બે અઠવાડીયા અગાઉ કામ આપવા બાબતે વાત કરી હતી અને મોઈન પઠાણે તેના મિત્ર મોહમંદ ઉર્ફે જુજર લોખંડવાલાએ મરણ પામનાર યુનુસભાઈ સાથેની તેની જમીની લેવડ દેવડમાં તેના ઉપર કોર્ટ મેટર દાખલ તેમજ યુનુસ સાથે ચાલતાં બીજા અન્ય ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોય જેથી મોહમંદ લોખંડવાલાની ઓફિસમાં ૧૦ લાખ રૂપીયા સોપારી મોઈન પઠાણ દ્વારા લેવામાં આવી હતી અને મરણ પામનાર યુસુફને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું આરોપી મુસ્તુફાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

Next Story