દાહોદ જિલ્લામાં ફેલાયેલી અંધશ્રધ્ધાને નાથવા અને લોકોમાં જાગૃતિ આવે એ માટે દાહોદ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા " હજુય અંધ વિશ્વાસ કેમ " નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.
દાહોદ જિલ્લો મુખ્યત્વે આદિવાસી બાહુલ્ય ધારવતો જિલ્લો છે અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અંધશ્રધ્ધા રહેલી છે ત્યારે દાહોદ પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધરી લોકજાગૃતિની પહેલ કરી છે. ગ્રામ્ય વિસ્તારો માં કોઈપણ સમસ્યા સર્જાય છે ત્યારે લોકો તાંત્રિક પાસે જતાં હોય છે ત્યારે આવા સમયે લાગતાવળગતા સરકારી વિભાગનો સંપર્ક કરવો જરૂરી હોય છે.
ફિલ્મમાં દર્શાવ્યા પ્રમાણે એક બાળક ખોવાઈ જતાં તેના વાલી પોલીસનો સંપર્ક કરવાની જગ્યાએ તાંત્રિક પાસે જાય છે અને આ વાત ની જાણ પોલીસને થતાં પોલીસએ છોકરાને શોધીને પરિવાર ને સોપે છે.આવી કોઈ પણ પરિસ્થિતીમાં પહેલા પોલીસનો સંપર્ક કરવો જોઇયે તેવી સમજણ આ ફિલ્મના મધ્યમથી આપવામાં આવી છે આજે દાહોદ એસ.પી કચેરી ખાતે એસ.પી. હિતેશ જોયસર, ડીવાય એસપી પરેશ સોલંકી તેમજ સુરક્ષા સેતુ સોસાયટી ના કર્મચારી, પોલીસ કર્મી અને મીડિયા કર્મીઑની ઉપસ્થિતિમાં આ શોર્ટ ફિલ્મ નું લોંચિંગ કરવામાં આવ્યું હતું