Connect Gujarat
ગુજરાત

દાહોદ : સ્માર્ટ સીટી અંતર્ગત 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર..!

ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

X

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા ચોક અને પડાવ બજાર સહિતના વિસ્તારોમાં 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના નગરપાલિકા ચોક અને પડાવ બજાર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્રએ માત્ર નોટિસ આપી હતી. પરંતુ દબાણો ક્યારે દૂર કરાશે તેની કોઇ જાણ કરી ન હતી. જોકે, અધિકારીઓએ દાવો કર્યો હતો કે, દબાણો દૂર કરવા અંગે સ્થાનિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમનો સામાન દૂર કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, દબાણ કામગીરી સમયે મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા, અને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

Next Story