દાહોદ : ધી સહયોગ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના રૂ. 99 લાખ ચાઉ કરનાર મહિલા એજન્ટની ધરપકડ

દાહોદની ધી સહયોગ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સેવિંગ એકાઉન્ટરોના બચત કરવા આપેલા રૂ. 99 લાખ ચાઉ કરનાર મહિલા એજન્ટની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

દાહોદની ધી સહયોગ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સેવિંગ એકાઉન્ટરોના બચત કરવા આપેલા રૂ. 99 લાખ ચાઉ કરનાર મહિલા એજન્ટની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના હરસોલાવાડ ખાતે આવેલી ધી સહયોગ કો-ઓપરેટીવ સોસાયટીમાં વર્ષ 2014થી મહિલા કલેક્શન એજન્ટ તરીકે નોકરી કરતી જયમાળા અગ્રવાલે મધ્યમ અને ગરીબ વર્ગીય પરીવારો દ્વારા દૈનિક બચતમાં જમા કરવા આપેલા રૂ. 90 લાખ જેવી રકમની ઉચાપત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી ફરાર જયમાળા અગ્રવાલ વિરુદ્ધ મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા દાહોદ એ’ ડિવિઝન પોલીસ મથકમાં નાણાં ઉચાપત મામલેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. છેલ્લા 3 મહિનાથી ફરાર જયમાળા અગ્રવાલ અને તેનો પુત્ર ધવલ અગ્રવાલ બન્ને ફરાર હતાત્યારે પોલીસે સાયબર સેલહ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સોર્સના માધ્યમાંથી જયમાળા અગ્રવાલની ધરપકડ કરી લીધી હતી. પરંતુ તેનો પુત્ર ધવલ અગ્રવાલ હજુ પણ પોલીસ પકડથી દૂર છેત્યારે આ મામલાની ગંભીરતા જોઈ દાહોદ પોલીસ વિભાગે પણ આવા ઠગબાજોથી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

 

 

#ઉચાપત #ગરીબ વર્ગીય પરીવારો #મહિલા એજન્ટ #ધી સહયોગ કો.ઓ. ક્રેડિટ સોસાયટી #દાહોદ #ધરપકડ
Here are a few more articles:
Read the Next Article