Connect Gujarat
ગુજરાત

દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર

દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

X

દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ

વહીવટી તંત્રએ ત્રણ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરી

આંબેડકર ચોકમાં આવેલા શોપિંગ સેન્ટરની 40 થી વધુ દુકાનો સીલ કરાઈ

દાહોદમાં તંત્રએ ટ્રાફિકના મુદ્દે ત્રણ શોપિંગ સેન્ટરોની 40 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.કચેરીઓમાં આવતા રાહદારીઓને અડચણરૂપ થતી સમસ્યા મુદ્દે તંત્ર દ્વારા કડક વલણ આપનાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલ, બેંક તેમજ લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખી તમામ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.તંત્રએ લાલ આંખ કરી ત્રણ શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી પ્રાંત અધિકારી એન બી રાજપૂતના આદેશ બાદ મામલતદાર મનોજ મિશ્રા દ્રારા કરવામાં આવી હતી

Next Story