દાહોદ : યુવતીને જાહેરમાં નગ્ન કરી તેના ખભા પર યુવકને બેસાડી અત્યાચાર ગુજારતો વિડીયો વાયરલ..!
મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો સાસરી પક્ષનો આક્ષેપ, મહિલાને જાહેરમાં નગ્ન કરી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ.
માનવતાને પણ શરમાવે તેવો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી એક વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. જેમાં મહિલા પર અત્યાચાર ગુજારાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાના આક્ષેપ સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ધાનપુર તાલુકાની શ્રમિક વર્ગની મહિલા પરિવાર સાથે કામકાજ અર્થે કાઠીયાવાડ ગઈ હતી. તે દરમ્યાન ત્યાં તેને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, ત્યારે સમગ્ર મામલાની જાણ સાસરી પક્ષના સભ્યોને થતાં તેઓએ મહિલા પર અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની રીસ રાખી મહિલાને ઢીકાપાટુ અને લાકડીના સપાટા મારી તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મહિલાના ખભા ઉપર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી. તો સાથે જ મહિલાને જાહેરમાં નગ્ન કરીને માર માર્યો હતો.
સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જોકે, વિડીયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર લોકોની ક્રૂરતા સામે આવી છે, ત્યારે મહિલાને માર મારનાર તમામ લોકો વિરુદ્ધ પગલાં લેવાની પણ માંગ ઉઠી હતી. ધાનપુર પોલીસ દ્વારા વિડીયોના આધારે 19 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જ્યારે 7 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલ તો આ વિડીયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMTવિજય દેવરાકોંડાને જોઈને છોકરીઓ થઈ ગઈ ખુશ, બાજુમાં ઊભી રહેલ અનન્યા...
9 Aug 2022 8:14 AM GMT