દાહોદ : માનવતાને પણ શરમાવે તેવો મહિલા અત્યાચારનો વધુ એક વિડિયો થયો વાઇરલ..!

મહિલા અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, મહીલાને જાહેરમાં માર મારતો હોવાનો વિડીયો થયો વાઇરલ.

દાહોદ : માનવતાને પણ શરમાવે તેવો મહિલા અત્યાચારનો વધુ એક વિડિયો થયો વાઇરલ..!
New Update

દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચાર થતો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો એક મહીલાને જાહેરમાં માર મારતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

દાહોદ જિલ્લામાં મહિલાઓ પર અત્યાચાર થતાં હોવાના એક બાદ એક બનાવો બની રહ્યા છે. ગત જુલાઇ માસમાં ધાનપુર તાલુકાની શ્રમિક વર્ગની મહિલાને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કરી તેને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, ત્યારે હવે મહિલા પર અત્યાચાર થતો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો એક મહીલાના વાળ ખેંચી તેને બેરહેમીપૂર્વક લાકડીના ફટકા મારી અપશબ્દો બોલી રહ્યા છે. તો સાથે જ આસપાસ ઉભેલા લોકો પણ આ બર્બરતાનો તમાશો જોઈ રહ્યા છે.

જોકે, સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભાષા પરથી આ બનાવ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ મહિલાને કયા કારણોસર માર મારવામાં આવ્યો છે, તે હજુ સુધી બહાર આવ્યું નથી, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું..!

#Dahod #Woman Harassment #Connect Gujarat News #Fatepura #New Viral Video #Sagdapada
Here are a few more articles:
Read the Next Article