/connect-gujarat/media/post_banners/6fd462605ceb79d3e39afd16e7af920dd236f726153b0743cc46857f0fda1158.jpg)
ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં દર વર્ષે ડાંગ ઉત્સવની ઉજવણી કરાય છે. ડાંગના પાંચ રાજાઓને આ મહોત્સવ દરમિયાન વાર્ષિક સલિયાણું આપવામાં આવે છે. ડાંગ ઉત્સવ ખાવલા પેવલા અને નાચૂલાની ભાવના સાથે રંગ પંચમી સુધી ઉજવવામાં આવે છે. હોળી પહેલા શરૂ થતા ત્રણ દિવસના આ મહોત્સવમાં આદીવાસીઓનાં જનજીવન, રીતરિવાજો, પહેરવેશ, રહેણીકરણી અને માન્યતાઓને જાણી શકાય છે.
વર્ષો જૂની પરંપરાપ્રમાણે ડાંગના પાંચ રાજાઓનું સન્માન કરીને તેમને વાર્ષિક પેન્શન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે. સંગીત અને નૃત્ય સાથે ડાંગ દરબાર ના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવ્યાં... આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશની ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ કારણ કે રાસાયણિક ખેતી કરવાથી જમીન સાથે પાકને પણ મોટુ નુકસાન થતું હોય છે. આ ઉપરાંત કેમિકલથી તૈયાર કરેલાં પાકમાં પણ રાસાયણ ની માત્રા વધારે જોવા મળતી હોવાથી દેશમાં કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધતું રહ્યું છે