New Update
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી હરે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે પ્રકૃતિ સોળે અલાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદના કારણે ડાંગ જીલ્લામાં આવેલો ગિરા ધોધ ફરીથી જીવંત થયો છે. અને તે પોતાની અદ્ભુત કળાથી લોકોને આકર્ષી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગિરાધોધ સોળેકલાએ ખીલી ઉઠ્યો છે.
ગિરાધોધના નયનરમણ્ય દ્ર્શયો ડ્રોનમાં કેદ થયા છે. જેથી આ ધોધને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. રાજ્યમાં છેલ્લે 24 કલાકમાં 194 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આવા વરસાદી વાતાવરણ વચ્ચે આવા ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે.
Latest Stories