ડાંગ : સોળેકળાએ પ્રકૃતિ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા

ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓનું પેહેલું પસંદગીનું સ્થળ એટલે ડાંગ જિલ્લો અને તેમાં પણ ખાસ કરીને સાપુતારા રહ્યું છે.

New Update

ગુજરાત રાજ્યના એક માત્ર ડાંગ જીલ્લામાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ સર્જાતા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ વાતવરણની મજા માણવા ઉમટી રહ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓનું પેહેલું પસંદગીનું સ્થળ એટલે ડાંગ જિલ્લો અને તેમાં પણ ખાસ કરીને સાપુતારા રહ્યું છે. વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છેત્યારે વાતવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અનેક ઝરણાં તેમજ વોટરફોલ સક્રીય થયા છે. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત ગીરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો છે. તો બીજી તરફજિલ્લામાં ખેતીલાયક ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લાના આહવાસુબીર અને વઘઇ એમ 3 તાલુકામાં વરસાદથી લોકમાતા બે કાંઠે વહેતી થઇ છે. સતત વરસાદના કારણે અહી નયનરમ્ય નજારાની મજા પ્રવાસીઓ મન ભરીને માણી રહ્યાં છે.

#Gujarat #Dang #CGNews #Nature #Mountaints #Blossomed
Here are a few more articles:
Read the Next Article