ડાંગ જિલ્લામાં થઈ રહેલી હિપેટાઇટિસ વિકની ઉજવણી નિમિત્તે, સુબીર તાલુકાના શિંગાણા સ્થિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિપેટાઇટિસ તથા એચ.આઇ.વી (એઇડ્સ) વિશે શાળાના બાળકોને જાગૃત કરી, ICE સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-શિંગાણાના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે DTO (જિલ્લા ક્ષય અઘિકારી) ડો.ભાર્ગવ દવે STS દેવેન્દ્ર ભગરિયા દ્વારા હિપેટાઇટિસ, એઇડ્સ અને ટીબી વિષે બાળકોને વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શિંગાણાના સી.એચ.ઓ. પ્રિતેશ ગામીત દ્વારા પોષણ આહાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે, હિપેટાઇટિસ બી screening અને રસીકરણ માટે શાળાના બાળકોને સમજાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું શાળાના આચાર્ય હિતેશ જોશી, શિક્ષિકા અમિતા ગામીત, શિક્ષક સચિનભાઈ અને શાળાના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.