ડાંગ : આહવાની ધી માર્શલ આર્ટ એકેડમીના વિદ્યાર્થીઓ સેકન્ડ ઓપન ગુજરાત ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં ઝળક્યા...

New Update
ડાંગ : આહવાની ધી માર્શલ આર્ટ એકેડમીના વિદ્યાર્થીઓ સેકન્ડ ઓપન ગુજરાત ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં ઝળક્યા...
Advertisment

તાજેતરમાં સુરત ખાતે રમાયેલી સેકન્ડ ઓપન ગુજરાત ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં આહવાની ધી માર્શલ આર્ટ એકેડમીના સ્ટુડન્ટસ ઝળકયા છે. આ સ્પર્ધામાં આખા ગુજરાત રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ, અલગ અલગ કેટેગરીમાં ટેકવેન્ડોની ફાઈટ કરી હતી.

Advertisment

આ રમત સ્પર્ધામાં ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના વિદ્યાર્થીઓમાંથી અન્ડર ૪૦ કેટેગરીમાં અનન્યા જોશીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર ૪૧ કેટેગરીમાં મિતેશ પરદેશીએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત ઓપન કેટેગરીમાં રાહુલ સિંધે ભાગ લીધો હતો. ધી માર્શલ આર્ટ એકેડમી ડાંગના સંચાલક એવા પૃથ્વી ભોએ પણ આ રમતમાં સિનિયર કેટેગરીમાં ભાગ લઈ, સિલ્વર મેડલ મેળવી, આ તમામ રમતવીરોએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવ્યું છે.