Connect Gujarat
ગુજરાત

ડાંગ:સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત,જુઓ વિશેષ અહેવાલ

સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત છે ત્યારે ડુંગર દેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી.

X

ડાંગ જિલ્લાના સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત છે ત્યારે ડુંગર દેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી.

આદિવાસીઓમા ડુંગર દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે. જેમા માગસર પુનમ પહેલા 15 થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભગત દ્વારા કરવામા આવે છે.ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. તેને ડાંગી ભાષામા શિરભાયા કહે છે.ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવુ પડે છે. તેમજ દિવસમા એક વાર જમવાનુ હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનુ, કૂદવાનું હોય છે. વારા આવવાનુ પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવુ પડે છે. વાર આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. ભાયા વખતે ભક્તો ઘૂણે છે. તેને ડાંગી ભાષામા વારો આવે એમ કહેવામા આવે છે. વારો આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થળ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામા સુદ પડ્યો એમ કહેવામા આવે છે.

Next Story