ચંદ્રગ્રહણને લઈ રાજ્યના કેટલાક મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ચંદ્રગ્રહણને લઈ રાજ્યના કેટલાક મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
New Update

આજે શરદ પૂર્ણિમા સાથે ચંદ્રગ્રહણ પણ છે ત્યારે ચંદ્રગ્રહણ સમયે કોઇ પણ શુભ કાર્ય કરવા વર્જિત મનાય છે. આ સમય દરમિયાન પૂજા પાઠ આરતી વગેરે ધાર્મિક ક્રિયાકાંડ પણ નથી કરવામાં આવતું. આ વિધાનને લઇને રાજ્યના તીર્થસ્થાનનો આરતી અને દર્શના સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.

આજે ચંદ્રગ્રહણને લઈ રાજ્યના કેટલાક મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અંબાજી, દ્વારકા, માતાના મઢ અને ડાકોરમાં બપોર બાદ દર્શન બંધ રહેશે. જ્યારે ચોટીલા અને સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શનના સમયમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. જો કે સોમનાથ મહાદેવની સાંજની આરતી બંધ રહેશે.

બીજી તરફ રાજકોટના કાગવડમાં સ્થાપિત ખોડલધામમાં બપોર થી પૂજા પાઠ બંધ રહેશે. ચંદ્રગ્રહણ ને લીધે બપોરે 1:45 બાદ કોઈપણ પ્રકારની આરતી કે પૂજા નહીં કરવામાં આવે. જો કે ભક્તો માટે આખો દિવસ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ગ્રહણના કારણે ભક્તો મંદિરમાં પ્રસાદી નહિ ધરાવી શકે.

#India #ConnectGujarat #some temples
Here are a few more articles:
Read the Next Article